વિરાગ વેલડી

કુલ પૃષ્ઠો: 310

ડાઉનલોડ ની સંખ્યા: 151

વાંચન ની સંખ્યા:476

ઑનલાઇન વાંચન શરૂ કરવા માટે પુસ્તક ના જમણા ખૂણે ટોચ પર ક્લિક કરો.

પુસ્તક વિશે
મહોપાધ્યાય ન્યાયવિશારદ શ્રીમદ્‌ યશોવિજ્યજી મહારાજાના વૈરાગ્યકલ્પલતા ગં્રથ (દશ હજાર શ્લોક પ્રમાણ)ના પ્રથમ સ્તબક (શ્લોક ૨૬૯ )ઉપર સંક્ષિપ્ત સંવેદનશીલ અનુવાદ પૂજ્યશ્રીએ આ પુસ્તકમાં ખૂબ સુંદર રીતે આલેખ્યો છે મુનિજીવનનો કઠોર પંથ સ્વીકારનારા માટે આ પુસ્તક-રત્ન ખરેખર ભોમીઆની ગરજ સારે છે. વિરાગની વેલડીના અસ્તિત્વને ભયમુક્ત કરી દેવા માટે ‘જિનભક્તિ’નો માર્ગ પકડવાનું આ ગ્રંથમાં સુચન છે. ‘ભક્તિ’ ને જાજરમાન બનાવા માટે તરત ‘સમાધિ’નાં શ્વાસ ખેેચવા લાગજો. અંતે તો આ ‘સમાધિ’ જ વિરાગની અને ભક્તિની સુરક્ષિકા છે. આ સમાધિનું વર્ણન છેલ્લા એક સો શ્લોેકમાં ખૂબ અદ્‌ભુત રીતે કર્યું છે. આ શ્લોકોનો સ્વાધ્યાય કરતાં ગમે તેવા અસમાધિસ્થ આત્માને પણ એ સમયે સમાધિ લાગી જ જાય. પૂજ્યશ્રી ખૂબ સુંદર વાત લખે છે, ‘આ સ્તબકના સ્વાધ્યાય વખતે જે સમાધિની લગન સ્પર્શવા મળે છે એ ય નિશ્ચિતપણે સમ્યગ્દર્શન -ગુણની નજાકત કળીનો સર્વાંગે સ્પર્શ અચૂકપણે કરાવી જાય છે, એમ કહું તો કદાચ આ વિધાન જરા ય ખોટું નહિ હોય.’ મોહરાજના ભયાનક આક્રમણ સામે હતાશ થયેલા ધર્મરાજને સદ્‌બોધ મંત્રી સલાહ આપે છે કે ‘આ જંગોમાં બળને બદલે કળનો ઉપયોગ કરવો જોઇએ, એ કળ છે વિશુધ્ધ પુણ્ય. એના ઉત્પાદન માટે એક જ શ્રેષ્ઠ ઉપાય છે‘ જિનભક્તિ.’ આવા તો અનેક આત્મવિકાસકારી માર્ગદર્શનો આ પુસ્તક સથવારે જિજ્ઞાસુ આત્માઓ અચૂક પ્રાપ્ત કરી શકે છે.’
પાના પર જાઓ: