યુવકની મનોવ્યથા

કુલ પૃષ્ઠો: 36

ડાઉનલોડ ની સંખ્યા: 103

વાંચન ની સંખ્યા:484

ઑનલાઇન વાંચન શરૂ કરવા માટે પુસ્તક ના જમણા ખૂણે ટોચ પર ક્લિક કરો.

પુસ્તક વિશે
પૂજ્યશ્રીએ સંવેદનશીલ ભાષામાં આજના યુવાનની જીવનકથા ‘યુવાનના સ્વમુખે’ ખૂબ સચોટ રીતે વર્ણવી છે. પરમેશ્વર સમક્ષ પોતાની દર્દીલી દાસ્તાનને આંસુ સાથે આ યુવાન પ્રગટ કરી રહ્યો છે. સહુ પ્રથમ આર્યદેશના મહાન આત્માઓની યશોગાથા આ યુવાને વર્ણવી છે. ૯-૧૦ વર્ષની ઉંમર થતાં કુમિત્રોની કુસોબતે આ યુવાન સિનેમાની લતે ચડયો. કુસંગ દ્વારા આ યુવાનના અનેક પ્રકારે અધઃપતનો શરુ થયા. પ્રણયકથાઓ, સહશિક્ષણે આ યુુવાનના જીવન ઉપર ફરી વળવા માટે સ્ટીમરોલરનું કામ કર્યુ. માતાપિતાની ધરાર ઉપેક્ષાથી આ યુવાન ઘણી બધી બાબતે તન-મન-ધનથી બરબાદ થયો. શિક્ષકો વગેરે દ્વારા સંસ્કારી ઘડતરની ઘોર અવગણના થઇ. અત્યંત વિકૃત જીવનની કલંક કથાનો કાળો ઇતિહાસ સર્જાઇ ગયો. જાતીયતાની ‘ચળ’ બધી જ ભયજનક સપાટીઓને વટાવી ચૂકી હતી. એ ચળને શાંત કરવા અનેક રસ્તાઓ અપનાવવા છતાં તૃપ્તિ ન જ મળી. આમ આંતર-જીવનથી આ યુવાન મરતો ગયો અને અનેકોેને મારતો ગયો. દંભની કળા આ યુવાને એટલી બધી આત્મસાત્‌ કરી કે હજી આજ સુધી પણ કોઇ પકડી શકયું નથી. ‘સત્સંગ’ વિના ધર્મ નહીં સમજનારની કેવી બેઢંગી કુહાલત થાય છે, તેનું આબેહૂબ સ્વરુપ આ પુસ્તકથી જાણ્યા બાદ વાલીઓ જો ચેતી જાય તો ખૂબ સારું.
પાના પર જાઓ: