Sukh J Bhayanak Che

Total Pages: 43

Download Count: 468

Read Count: 6251

Click on top right corner of a book to start reading online.

About this book
વિજ્ઞાનનો માપદંડ ‘દૈહિક’ સુખ રહ્યો છે. દેહની સુખ-પ્રાપ્તિ પાછળ જે ટનબંધ પાપો કરવા પડે છે અને ટનબંધ પાપોના ઉદયે બિચારો જીવ દુર્ગિતઓમાં ‘ત્રાહિમામ્‌’ પોકારી જાય છે, માટે સંસારી સુખને જ ભયાનક જણાવીને તેની ગાંડી ઘેલછાથી દૂર રહેવાની પૂજ્યશ્રીએ સરસ વાતો લખી છે. લલનાના દેહમાં લસલસતું સૌંદર્ય જોવાને બદલે ‘રાખની ઢગલી’ જોઇને તે નશ્વરના પ્યાર પર પૂર્ણવિરામ મૂકવાની વાત કરી છે. અવિનાશી આત્મા બિચારો નાશવંતનો પ્યાર કરીને દુર્ગતિમાં દુઃખોની કાળઝાળ અગનવર્ષામાં કદાચ અસંખ્ય કે અનંત વર્ષો સુધી ખૂબ રીબાયા કરે છે. ૫-૨૫ વર્ષના બેફામ ભોગસુખોના અંજામરુપે અસંખ્ય વર્ષોના દુર્ગતિના કાતિલ દુઃખોને આમંત્રણ આપનાર બુદ્ધિમાન ગણવો કે બુધ્ધુ ? ‘સુખ જ ભયંકર છે’ - એ મહાવાક્ય પણ નથી એ તો છે બ્રહ્મવાણી. એ છે પરમશુધ્ધ આગમવચન. જે માનવને મહામાનવ બનાવીને પૂર્ણ માનવ બનાવે છે. જગતની વિનાશિતાનો વિચાર જડ ઉપરનો કાતિલ રાગ મોળો પાડશે અને જીવ ઉપરના દ્વેષને પણ મોળો પાડશે. આથી નવા પાપો ચીકણા નહિ બંધાવાથી જીવ ભાવિ કાતિલ દુઃખોથી મુક્ત બની જશે. સઘળાં દુઃખોનું + પાપોનું જન્મસ્થાન ‘સંસારી સુખ’ થી માત્ર વિરાગ નહીં ચાલે પણ રુંવાડે રુંવાડે વ્યાપી જતી વિરાગની મસ્તી જ આલિંગવી પડશે તો જ આ ‘વિરાગ’’ ગુણ દ્વારા આ ભવમાં મનથી સાચા સુખી બની શકશું.
Go To Page: