દીર્ધદ્રષ્ટા ગુરુદેવ શ્રી ચન્દ્રશેખરવિજયજી મહારાજા

- જેમનું વ્યક્તિત્વ વિરાટ હતું.
- જેમના દિલ માં કરુણા નો અફાટ સાગર ઘુઘવાતો હતો.
- જેમના હૃદય ની પ્રત્યેક ધડકને પ્રેમ નો ધબકાર હતો.
- જેમના નયનોમાં થી નર્યો નેહ નિતરતો હતો.
- જેઓ જન-જન ના મન-મન માં વસેલા છે.
- જેમની વાણીમાં વીરતાનો સિંહનાદ હતો.
- જેઓનો દેહ શાસનહિતના કાર્યો માં સદાય વ્યસ્ત હતો.
- જેમના હૈયે સર્વનું હિત વસ્યું હતું અને જેમનો બોલ હતો સર્વમાન્ય.
- એવા ઉર્જાપુરુષ કે જેઓને ધર્મ, સંસ્કૃતિ અને રાષ્ટ્ર ના તારણહાર તૈયાર કરવા સિવાય બીજી કોઈ મહત્વાકાંક્ષા નથી.
- જેમને નવી પેઢી ની ઘડતર સિવાય બીજી કોઈ અપેક્ષા નથી.
- જેમને તંદુરસ્ત લાંબા જીવન પ્રાપ્ત કરવા કરતાં સદંતર સારી પ્રવૃત્તિઓ ની ચિંતા હતી.
- જેમને હમેંશા મોક્ષ પ્રાપ્તિ ની ઈચ્છા હતી.
- જેમને હમેંશા ઉચ્ચ ગુણવત્તા ધરાવતા અનુયાયીઓ તૈયાર કરવા સિવાય બીજી કોઈ અપેક્ષા નથી.
- જેમને જિનશાસન ની દિવસ અને રાત સેવા કરવા ના બદલામાં મોક્ષ પ્રાપ્તિ નો લોભ હતો.
- એવા ઉર્જાપુરુષ કે જેમને જિનશાસન ની સેવા પોતાના અંતિમ શ્વાસ સુધી કરવાની મહત્વાકાંક્ષા હતી.

જો હોવે મુજ શક્તિ ઈશી, સવિ જીવ કરું શાસન રસી...

પ્રણામ,

 

"સવિ જીવ કરું શાસન રસી" ની ભાવના ને સાચા અર્થ માં મૂર્તિમંત કરી ને જે જીવન જીવી ગયા એવા લાખો યુવાનો ના રાહબર, સિંહગર્જના ના સ્વામી અને જિનશાસન ના અણનમ યોદ્ધા એવા પૂજ્ય ગુરુદેવ યુગપ્રધાન આચાર્યસમ પંન્યાસ પ્રવર શ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજા ના વિચારો વિશ્વ સમક્ષ પહોચાડવા અને ઈન્ટરનેટ અને મોબાઈલ ની માયાજાળમાં અટવાયેલી આજની યુવાપેઢી ને ધર્માભિમુખ કરવા ગુરુદેવ ના સમગ્ર જીવન ને અને એમણે પુસ્તક લેખન દ્વારા સમગ્ર વિશ્વ ઉપર કરેલા અજબ-ગજબ ના ઉપકાર ને આવરી લેતી વેબસાઇટ નું વિશ્વ સમક્ષ પદાર્પણ કરતા અખિલ ભારતીય સંસ્કૃતિ રક્ષક દળ (સુરત કેન્દ્ર) આનંદ ની લાગણી અનુભવે છે.

પૂજ્ય ગુરુદેવ ના પુસ્તકો ના લીધે લાખો લોકો ના જીવન પરિવર્તન થયા છે. એવા એ મુલ્યવાન અને દુર્લભ પુસ્તકો આવનારી અનેક પેઢીઓ વાંચતી રહે અને જીવન પરિવર્તન કરતી રહે એ શુભ સંકલ્પ સાથે એ દરેક પુસ્તકને વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવવાનો અમારો નમ્ર પ્રયાસ છે.

 

- અખિલ ભારતીય સંસ્કૃતિ રક્ષક દળ, સુરત

ભારતમાં ઈન્ટરનેટની સ્પીડની મર્યાદાને ધ્યાનમાં લઈ અહી મુકેલા પુસ્તકોની સાઈઝ નાની થાય અને સરળતાથી ડાઉનલોડ કરી શકાય એ પ્રયત્નો અમે કરેલ છે. કદાચ વાંચતા તકલીફ પડે તો અમને ક્ષમા કરશો. આ પુસ્તકોની સારી પ્રિન્ટ નીચે આપેલી લિંક પરથી ડાઉનલોડ કરી શકાશે.

સારી પ્રિન્ટ માટે અહી કલીક કરો

વેબસાઈટ પર મુકેલા પુસ્તકો અને સામગ્રીનો ફક્ત વ્યક્તિગત, ખાનગી અને બિન-વાણિજ્યિક ઉપયોગ કરી શકાશે. કોઈપણ જાતનો Commercial ઉપયોગ એ ભારત ના કાયદા ના IT Act અને Cyber Law ના અંતર્ગત સખત શિક્ષાને પાત્ર થશે અને એનું ઉલ્લંઘન કરનાર પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

ટોપ પુસ્તકો બધા પુસ્તકો
ઉર્જાપુરુષ શ્રી ચન્દ્રશેખરવિજયજી મહારાજ સાહેબ ની જીવન યાત્રા