આતમ જાગે

કુલ પૃષ્ઠો: 74

ડાઉનલોડ ની સંખ્યા: 625

વાંચન ની સંખ્યા:6490

ઑનલાઇન વાંચન શરૂ કરવા માટે પુસ્તક ના જમણા ખૂણે ટોચ પર ક્લિક કરો.

પુસ્તક વિશે
આર્ય માનવે તો આતમને જગાડવો જ રહ્યો દરેક ઘરદીઠ એકેકા આતમનું પણ જો જાગરણ થઈ જાય તો એ “જાગૃતિ”ની પળોમાં એવું પ્રચંડ પુણ્ય બનાવી શકે છે કે જેના ઉદય સાથે એ આતમ જ્યાં જાય ત્યાં પ્રકાશ; જ્યા જાય ત્યાં ચોફેર શાન્તિ, આનંદ વ્યાપી જાય. પૂજ્યશ્રીએ અદ્‌ભુત ચિંતનો આ પુસ્તકમાં પીરસ્યા છે. આ પુસ્તક-રત્નની નીચેની કેટલીક વિચાર-વાનગીઓ આરોગશો તો..... “જે દુઃખો ઉપર જ આંસુ સાર્યા કરે છે તે અનાર્ય છે, જે પાપો ઉપર જ આંસુ પાડે છે તે આર્ય છે.” “જેણે કદી મરવું જ ન હોય તેણે કોઈને પણ મારવાનું બંધ કરવું જ પડશે. જેણે કદી જનમવું જ ન હોય તેણે કોઈને પણ જન્મ આપવામાં નિમિત્ત થવાનું માંડી વાળવું જ પડશે.” “બધું બગડી જવા દેજો; પણ ચિત્તના શુભ ભાવોને બગડવા દેતા નહિ.” “સાચો ધર્મી તો તેને જ કહેવાય, જે દુઃખના સમયમાં ડગે નહિ; સુખના કાળમાં છકે નહિ અને પાપના કામમાં મજા લાવે નહિ.” “સગવડ જેવો કોઈ રોગ નહિ અને અગવડ જેવો કોઈ ઘર્મ નહિ. સગવડોનો સંબંધ ખાસ કરીને પતન સાથે છે; અગવડોનો સંબંધ ઊત્થાન સાથે છે.” “જેને ધર્મ કરતા મજા ન આવે તે ધર્મી ન કહેવાય. જેને પાપ કરતાં મજા જ ન આવે તે પાપી પણ ન કહેવાય.” “મજેથી ભોગસુખો ભોગવનારો કોઈ આત્મા સદ્‌ગતિમાં ગયો નથી ; મજેથી દુઃખ ભોગવનારો કોઈ આત્મા દુર્ગતિમાં ગયો નથી.”
પાના પર જાઓ: