અધ્યાત્મસાર

કુલ પૃષ્ઠો: 570

ડાઉનલોડ ની સંખ્યા: 492

વાંચન ની સંખ્યા:1650

ઑનલાઇન વાંચન શરૂ કરવા માટે પુસ્તક ના જમણા ખૂણે ટોચ પર ક્લિક કરો.

પુસ્તક વિશે
મહામહોપાધ્યાય પ.પૂ. યશોવિજયજી મ. સાહેબ પ્રણીત ‘અધ્યાત્મસાર’ ગ્રન્થનો ‘ભાવાનુવાદ’ વાંચતા મોક્ષલક્ષી આત્મા ‘આનંદાનુભૂતિ’ કર્યા વિના ન જ રહે. આ ગ્રન્થમાં કુલ ૨૧ વિષયો છે. કુલ ૯૪૯ શ્લોકો છે. સંસ્કૃત ભાષા નહિ જાણનાર પણ આ અદ્‌ભુત ગ્રન્થનો અવબોધ કરી શકે તે માટે નિષ્કામ કરૂણાશીલ પૂ. ગુરૂમાતાએ ખૂબ જ મહેનત કરીને ગુજરાતીમાં આ ગ્રન્થનો સુંદર ભાવાનુવાદ કર્યો છે. આ ગ્રન્થના કેટલાક કઠણ શ્લોકોનો અર્થ પૂ. ગુરૂમાતાએ પોતાના પૂ. ગુરૂદેવનો માત્ર હાથ ઝાલતાં હૈયામાં સ્થિર કર્યો છે. તે ઉપરથી આ પુસ્તકના ભાવાનુવાદકર્તાનો પોતાના ગુરૂ ઉપરનો ઝળહળતો ભક્તિભાવ જણાયા વિના નહિ જ રહે. પૃ. ૪૧ ઉપર ‘દમ્ભત્યાગ’ અધિકારના વીસમા શ્લોકમાં જણાવ્યું છે કે, ‘‘જિનેશ્વર ભગવાનની એક જ આજ્ઞા છે કે વિહિત બધું કરો, નિષિદ્ધ બધું ત્યાગો પણ દંભમુક્ત બનીને જ. દંભત્યાગ જ સર્વ પ્રથમ અને સદાનું કર્તવ્ય બની રહે છે.’’ આ વાંચીને ડબલ રોલમાં જીવન જીવનાર (ભવભીરૂ હશે તો) ચેતી ગયા વિના નહિ જ રહે. ‘ભવસ્વરૂપચિન્તા’ અધિકારમાં સોહામણા દેખાતા આ સંસારની અત્યંત કુરૂપતા પૂજ્યશ્રીએ જે લાગણીશીલ શૈલીમાં વર્ણવી છે તે વાંચતાં ‘સંસારરાગ’ ઓછો થયા વિના ન રહે. ટૂંકમાં આ ગ્રન્થના કેટલાક શ્લોકોનો અર્થ જો સતત નજર સમક્ષ રહે તો આવતા ભવે શ્રી સીમંધરસ્વામીના હાથે દીક્ષા અને કેવળજ્ઞાનની પ્રાપ્તિ અશક્ય બાબત ન લાગી શકે.
પાના પર જાઓ: