પૂજ્યશ્રીએ ૩૬ કથાપ્રસંગોના માધ્યમે સુંદર બોધ-રસથાળ આ પુસ્તિકામાં પીરસ્યો છે. બ્રહ્મનિષ્ઠ પૂજ્યશ્રીએ પ્રથમ કથાપ્રસંગમાં જોગીદાસ ખુમાણનો ‘ બ્રહ્મચર્યપ્રેમ’ સંુંદર રીતે આલેખ્યો છે. પૂર્વના બહારવટીઆઓ પણ કેવા ‘શીલપ્રેમી’ હતા તે અંગે સુંદર પ્રકાશ પાથર્યો છે. અઢારમા કથાપ્રસંગમાં ગજસુકુમાલની માતા દેવકી ‘ખરી મા’ શી રીતે કહી શકાય તે જાણવા તે સુંદર પ્રસંગ જાણવો જ રહ્યોે. આત્માને નિર્મળ બનાવવા માટે ‘સાદોે ખોરાક’ એ અતિ મહત્વની વસ્તુ છે, એ સમજવા અમદાવાદના સંત સરયૂદાસજીનો આઠમો કથાપ્રસંગ કાનમાં ઘણું ઘણું કહી જાય છે. પુત્રના પાપનું પ્રાયશ્ચિત્ત કરનારા રાજા યોગરાજનો પ્રસંગ વાંચતાં આંખો ભીની થયા વિના ન રહે. સંતાનોના સુસંસ્કારો પ્રત્યે સાવ બેપરવા બનેલા માતા-પિતાઓ આ વાંચીને સુધરશે ખરા ? અર્થની બાબતમાં ‘નીતિ’ ધર્મનેર્ ંેાર્ ક ઙ્ઘટ્ઠાી માનીને જીવનારા ધનાન્ધ જીવોને પુણિયા શ્રાવકનો પ્રસંગ કોઇ સુંદર પ્રેરણા પૂરી પાડશે તો પૂજ્યશ્રીનો લેખન-શ્રમ જરૂર લેખે લાગશે. લાલભાઇની ધર્મિષ્ઠ માતા ગંગામા જેવી માતાઓ આજના કાળે ભરબપોરે દીવો લઇને શોધવા જઇએ તો મળશે ખરી ? પરમશ્રાવક કુમારપાળના સમાધિમરણનો પ્રસંગ વાંચતાં મન બોલી ઊઠે કે, “મને આવું ‘સમાધિમરણ’ મળશે ખરું ?” દરેક પ્રસંગમાંથી નીતરતો બોધનો ‘અમૃતાસ્વાદ’ માણશો તો.....