ચાલો, જીવન પલટીએ

કુલ પૃષ્ઠો: 64

ડાઉનલોડ ની સંખ્યા: 140

વાંચન ની સંખ્યા:1635

ઑનલાઇન વાંચન શરૂ કરવા માટે પુસ્તક ના જમણા ખૂણે ટોચ પર ક્લિક કરો.

પુસ્તક વિશે
નવી વિચારણા (જીવન પરિવર્તક) સાથે જીવનનું ઘડતર કરવા પૂજ્યશ્રીએ આ પુસ્તકમાં સુંદર ચિંતન થાળ પીરસ્યો છે. પેટ ચોળીને વિચારોથી ઉભા કરેલા માનસિક દુઃખને ટાળવા માટે પૂજ્યશ્રીએ વર્ણવેલા પાંચ ઉપાયો અવસરે અજમાવ્યા કરશું તો અપૂર્વ આહ્‌લાદનો અવશ્ય સાક્ષાત્કાર થશે. જો મનમાં શુભ વિચારોને સ્થાન આપી દઇએ તો જ અશુભ વિચારોનો હુમલો ફરી ન થાય. ‘અશુભ વિચારોની પજવણીના કારમા દુઃખોથી સર્વ જીવો મુક્ત થાઓ. સર્વનું કલ્યાણ થાઓ. સર્વે સુખી થાઓ.’ આવી ભાવનાનો વેગ વધારવાથી અશુભ - ચિંતનથી જાત સત્વરે મુકત બનશે, એવું પૂજ્યશ્રી ભારપૂર્વક જણાવે છે. દૃષ્ટિદોષના (વિકારના) પાપ કરતાં ય અતિ વધુ ભયંકર દોષદૃષ્ટિના (નિંદા) પાપ ઉપર પૂજ્યશ્રીએ સખત પ્રહારો કર્યા છે. દોષદૃષ્ટિના કડવા ફળો સુસ્પષ્ટ જણાવ્યા છે. ‘સહશો તેટલું જ સુખ મેળવશો !’ ‘સહિષ્ણુતા’ ગુણની ખૂબ પ્રશંસા કરતાં પૂજ્યશ્રી લખે છે કે, ‘મૌન, ધીરજ અને સહિષ્ણુતાનો ત્રિવેણી સંગમ જે માનવમાં થાય છે તે માનવમાંથી દેવ બને છે. તેને સંસારનું કોઇ દુઃખ સ્પર્શી શકતું નથી.’ જીવનનો ધબકતો પ્રાણ ‘વિશ્વાસ’- પુસ્તકના આ છેલ્લા પ્રકરણમાં પૂજ્યશ્રીની આગવી શૈલી ખીલી ઉઠી છે. ‘પુરુષ વિશ્વાસે વચન- વિશ્વાસ’ એ નીતિવાકયને લઇને ધર્મોપદેશક (અરિહંત પરમાત્મા) ઉપર વિશ્વાસ મૂકવા દ્વારા ધર્મના તત્ત્વો ઉપર વિશ્વાસ મૂકી દેવો વગેરે સુંદર પદાર્થો આલેખ્યા છે.
પાના પર જાઓ: