દાદાજી ની વાતો ભાગ-1

કુલ પૃષ્ઠો: 393

ડાઉનલોડ ની સંખ્યા: 415

વાંચન ની સંખ્યા:4738

ઑનલાઇન વાંચન શરૂ કરવા માટે પુસ્તક ના જમણા ખૂણે ટોચ પર ક્લિક કરો.

પુસ્તક વિશે
મુખ્યત્વે માર્ગાનુસારી જીવનની ભૂમિકામાં રહેલા જીવોની કક્ષાને નજરમાં રાખીને લખાયેલું પૂજ્યશ્રીનું આ પુસ્તક જિનશાસનના અનેક સુંદર પદાર્થોનો બોધ કરાવવામાં અવશ્ય સફળતા પ્રાપ્ત કરશે, જો મનનપૂર્વક વાંચન થશે તો. “દાદાજી” એ કાલ્પનિક પાત્ર છે.તેમના મોંએથી દુનિયાભરની વાતો આ પુસ્તકમાં મૂકાઇ છે. કોઇ ગામના એ વયોવૃધ્ધ અને જ્ઞાાનવૃધ્ધ માણસ છે. આ લેખનમાં કેટલીક એવી પણ વાતો મુકાઇ છે જે દાદાજી જેવા ગૃહસ્થના મોંમા જ યોગ્ય ગણાય. આથી જ આ પાત્રની પૂજ્યશ્રીએ કલ્પના કરી છે. પૂજ્યશ્રીએ સૈા પ્રથમ મહાયોગી શ્રી આનંદઘનજીના સ્તવનોનું ક્રમ-રહસ્ય સરસ શૈલીમાઆલેખ્યું છે. આઇડીયલ અને ઓબ્જેકટીવ રિઆલીટી ઉપર સુંદર પ્રકાશ પડ્યો છે. ઉત્કૃષ્ટ ક્વોલિટીના જીવો માનવભવ પામીને સહજ રીતે પરમાત્મ ભક્તિમાં લીન હોય છે, મૈત્રી અને શુધ્ધિથી સંપન્ન હોય છે. પૂજ્યશ્રીએ છેલ્લા પ્રકરણમાં “કુટુંબે સ્નેહભાવ” ઉપર આગવું ચિંતન રજુ કર્યું છે. કુટુંબ અંગેના ચાર સ્વધર્મો જણાવ્યા છે. મહાન્‌ માતાઓના જીવન-પ્રસંગો જણાવ્યા છે. નારીની પ્રાથમિક ફરજો જણાવી છે.
પાના પર જાઓ: