દાદાજી ની વાતો ભાગ-2

કુલ પૃષ્ઠો: 394

ડાઉનલોડ ની સંખ્યા: 385

વાંચન ની સંખ્યા:5069

ઑનલાઇન વાંચન શરૂ કરવા માટે પુસ્તક ના જમણા ખૂણે ટોચ પર ક્લિક કરો.

પુસ્તક વિશે
પૂજ્યશ્રીએ સહુ પ્રથમ ગોરાઓએ કરેલી ભવ્ય ભારતની અવદશાનું હૂબહૂ વર્ણન ક્રયું છે. બુદ્ધિજીવી ડોક્ટર, બુદ્ધિજીવી વકીલ, બુદ્ધિજીવી શિક્ષક, બુદ્ધિજીવી એન્જિનિયર, બુદ્ધિજીવી પ્રધાન, બુદ્ધિજીવી વૈજ્ઞાનિક - આ લોકોએ વર્તાવેલા હાહાકારનો પૂજ્યશ્રીએ જીવંત ચિતાર રજૂ કર્યો છે. ગોરાઓનું બહુમુખી તાંડવ, અમારું ગરીબોનું ભવ્ય ભારત, આર્થિક વિકાસ : એક તૂત, ગુણિવકાસ એ જ માપદંડ, કોકનું દુઃખ દૂર કરો - તમારું દુઃખ દૂર થઇ જશે વગેરે વિષયો ઉપર પૂજ્યશ્રીએ કમાલ કલમ ચલાવીને સરળ શૈલીમાં સમજણ આપી છે. પર્યાવરણ એટલે પરિ + આવરણ. સમગ્ર ધરતીને વીંટળાયેલું આવરણ અર્થાત્‌ કુદરત. પર્યાવરણને (તમામ વનસ્પતિ, તમામ પશુ-પંખી )અભયવચન આપવાનો દેવાધિદેવ પરમાત્મા મહાવીરદેવે “ઉપદેશ” આપેલ છે. જો માનવજાતને જીવવું હોય તો પ્રાણીજગતને જીવાડવું રહ્યું. જે પરપીડન કરે છે તેને સ્વપીડન ભોગવવું પડે છે; કેમકે બીજાને દુઃખ દેનારો દુઃખી થાય છે અને બીજાને સુખ દેનારો જ સુખી થાય છે. પૂજ્યશ્રીએ પર્યાવરણરક્ષા અંગે આ પુસ્તકમાં વિસ્તૃત વિવેચન કર્યું છે. આસક્તિ અને અભિમાનની ભયંકરતા પૂજ્યશ્રીએ સચોટ શબ્દોમાં વર્ણવી છે. સમસ્ત પુસ્તકમાં વચ્ચે વચ્ચે ટૂંકા દૃષ્ટાંતો રજૂ કરીને પદાર્થ સમજાવવાની પૂજ્યશ્રીની હૃદયસ્પર્શી શૈલી ખરેખર અલૌકિક છે. પૂજ્યશ્રીએ કહેવતો, ચિંતનો, ઉક્તિઓ દ્વારા જીવનોપયોગી સુંદર વાતો આલેખી છે.
પાના પર જાઓ: