હું 'માણસ' તો બનું

કુલ પૃષ્ઠો: 248

ડાઉનલોડ ની સંખ્યા: 358

વાંચન ની સંખ્યા:4601

ઑનલાઇન વાંચન શરૂ કરવા માટે પુસ્તક ના જમણા ખૂણે ટોચ પર ક્લિક કરો.

પુસ્તક વિશે
મનુષ્યજીવન પામેલા સહુ અંદરના માણસ (માણસાઇ-માનવતા) બને તેવી ઉત્તમ ભાવનાયુક્ત પૂજ્યશ્રીએ અદ્‌ભુત ચિંતનરત્નોનો જ્ઞાનપ્રકાશ આ ગ્રંથમાં સુપેરે આલેખ્યો છે. અંદરના માણસ બનવું એટલે હૈયાથી સર્વ જીવો પ્રત્યે દયાવાન, વેપારમાં નીતિમાન અને ‘પરસ્ત્રી માત સમાન’-આચારવાન. જૈન શાસ્ત્રકારોએ ‘માણસ’ બનવા માટે જણાવેલા માર્ગાનુસારીના પાંત્રીસ ગુણો સ્થૂલદ્રષ્ટિથી ઉપરોકત ત્રણ ગુણોમાં સમાઇ જાય છે; એમ કહી શકાય. પૂજ્યશ્રીએ એક અપેક્ષાથી માણસના ત્રણ પ્રકાર પાડયા છે. (૧) સારો માણસ (જીવમાત્રનો મિત્ર), (૨) ખરો માણસ (પરમાત્માનો ભક્ત) (૩) પૂરો માણસ (જાતનો પવિત્ર). માર્ગાનુસારીના પાંત્રીસ ગુણો ઉપર વિસ્તૃત સમજણ અનેક કથા પ્રસંગોપૂર્વક પૂજ્યશ્રીએ આ પુસ્તકમાં સરળ શૈલીમાં આપીને ખૂબ કમાલ કરી છે. સૌ પ્રથમ પાયાના ચાર ગુણો (પાપભીરુતા આદિ) ઉપર સુંદર ચિંતન રજૂ કર્યુ છે. ત્યારબાદ ભોજન વ્યવસ્થા અંગે બે ગુણો ઉપર સુંદર સમજણ આપી છે. માતા-પિતા પૂજન વગેરે વડીલ વર્ગના પાંચ પ્રકાર - આ પ્રકરણમાં માતા પિતાની મહાનતા સુપેરે સમજાવીને તેમની ‘ભક્તિ’ કરવાની પ્રેરણા કરી છે. પુસ્તકના છેલ્લા પ્રકરણમાં પંદર ગુણો ઉપર ટૂંકાણમાં પણ હૃદયસ્પર્શી રજૂઆત પૂજ્યશ્રીએ કરી છે. આ પુસ્તકના વાંચન બાદ સહુ યથાશકય વિકાસ સાધીને અંતે ‘ભગવાન’ બને એ જ પૂજ્યશ્રીની અંતઃકરણની અભિલાષા છે.
પાના પર જાઓ: