જે ગુણી કુટુંબ તે સુખી કુટુંબ

કુલ પૃષ્ઠો: 118

ડાઉનલોડ ની સંખ્યા: 584

વાંચન ની સંખ્યા:7443

ઑનલાઇન વાંચન શરૂ કરવા માટે પુસ્તક ના જમણા ખૂણે ટોચ પર ક્લિક કરો.

પુસ્તક વિશે
કુટુંબમાં દસ ગુણોની ખીલવણી કરવા દ્વારા સાચા સુખી બનવાની ‘માસ્ટર કી’ બતાડતું પૂજ્યશ્રીનું આ સુંદર પુસ્તક વાંચવાથી ઘરમાં સ્વર્ગ જેવું વાતાવરણ ખીલી ઉઠશે. પૂજ્યશ્રીએ દેવાધિદેવ પરમાત્મા મહાવીરદેવે પોતાના સમસ્ત જીવનકાળ દરમ્યાન જગતને આપેલા ઉપદેશનો સાર બે જ વાતમાં જણાવ્યો છે. (૧) માણસ થાઓ, મુનિ થાઓ, મોક્ષે જાઓ. (૨) બીજાના દુઃખો દૂર કરો, તમારા દોષો દૂર કરો. જ્ઞાની પુરુષોએ કહેલ સંસારની અસારતાને પૂજ્યશ્રીએ સચોટ શૈલીમાં વર્ણવી છે. ધર્મ સાધવાના ચાર પાયા (૧) કુટુંબમાં સંપ (૨) જીવનમાં શાંતિ (૩) ચિત્તમાં પ્રસન્નતા (૪) શરીરમાં આરોગ્ય - જણાવ્યા છે. સુખ તો સંતોષ વગેરે ગુણોમાં છે. દોષો વધતા દુઃખોની જ વૃધ્ધિ થાય છે. જે ઘરના સભ્યો માત્ર ધન અને ભોગસામગ્રીમાં સુખની કલ્પના કરીને તેને પ્રાપ્ત કરવાના માર્ગે આગળ વધે છે તેઓ જોખમી રસ્તે આગળ વધતા નક્કી કયાંક પડે છે, પછડાય છે. જીવનમાં અનેક કરૂણ અંજામનો ભોગ બને છે. ધર્મશાસ્ત્રોની દૃષ્ટિએ તો જેમ બાહ્ય અપેક્ષાઓ ઘટે તેમ અંતરનું સાચું સુખ વધે છે. પૂજ્યશ્રીએ દસ ગુણો ઉપર કમાલ વિવરણ કર્યુ છે. (૧) સહિષ્ણુતા (૨) સ્વદોષદર્શન (૩) મિત અને મિષ્ટ ભાષણ (૪) વડીલોનું બહુમાન તથા અતિથિ, સ્ત્રી, નોકર આદિનું સન્માન (૬) સંતાનો પ્રત્યે અપાર વાત્સલ્ય (૭) શીલપાલન (૮) સાંસ્કૃતિક મર્યાદાઓનું પાલન (૯) સાદગી (૧૦) ધર્મચુસ્તતા. આ પુસ્તક કુટુંબના દરેક સભ્યોએ મનન કરવા યોગ્ય છે.
પાના પર જાઓ: