કાં પવન બંધ અથવા બારી બંધ છેવટે આંખો બંધ

કુલ પૃષ્ઠો: 290

ડાઉનલોડ ની સંખ્યા: 685

વાંચન ની સંખ્યા:6273

ઑનલાઇન વાંચન શરૂ કરવા માટે પુસ્તક ના જમણા ખૂણે ટોચ પર ક્લિક કરો.

પુસ્તક વિશે
કાળા ગોરાઓએ ભારતીય સંસ્કૃતિ-ધ્વંસ કરવાનું આયોજન પૂરા વેગથી ઉપાડ્યું છે. વિશ્વના જીવોની જીવાદોરી સમાન પર્યાવરણના ચારે ય ઘટકો જલ, જંગલ, જમીન અને જનાવર - ખતમ થઇ રહ્યા છે. પશ્ચિમની વિલાસથી ઉભરાતી ઝેરી જીવનશૈલીનું ભયાનક વાવાઝોડું મુખ્યત્વે ભારતના શ્રીમંતો, શિક્ષિતો અને શહેરીઓ ઉપર ત્રાટક્યું છે. પૂજ્યશ્રીએ પ્રથમ ખંડમાં વિદેશી ગોરાઓની મેલી મુરાદનો પર્દાફાશ કર્યો છે. વિદેશી સમૃધ્ધિનાં વાવાઝોડાંના ઝપાટામાં આવેલા પાંચ તત્વો - ધર્મ, શિક્ષણ, સાંસ્કૃતિક મૂલ્યો, પર્યાવરણ, નારી - જણાવ્યા છે. પૂજ્યશ્રી બીજા ખંડમાં ટી.વી. ચેનલો વગેરે રુપે પવનને ઘરમાં પેસતો અટકાવવાની ભલામણ કરે છે. કુટુંબરક્ષાનું કામ સાવધાન બનીને કરવા દ્વારા બારી બંધ કરવાનું કહે છે. જો આ પણ શક્ય ન હોય તો આંખો (પાંચ ઇન્દ્રિયો)ને અંતર તરફ વાળી દઇને છેવટે જાતનું તો કલ્યાણ કરવું જ રહ્યું. પૂજ્યશ્રીએ ત્રીજા ખંડમાં છ ગુણો (રોયલ સ્વભાવ, કરૂણા, સંતોષ - સાદગી - કરકસર- દેખાદેખીનો ત્યાગ, ગુરૂજનોની સેવા, કુટુંબે સર્વત્ર સ્નેહભાવ, ધર્મ) ઉપર ખૂબ સુંદર વિવેચન કર્યું છે. આ ગુણોની જીવનમાં ખૂબ આવશ્યકતા જણાવી છે. ‘આપણને બધા વિના ચાલશે, પણ ધર્મ વિના તો નહિ જ ચાલે’ - ઘરના દરેક ખંડમાં આ બોર્ડ મૂકવાની પૂજ્યશ્રી ખાસ પ્રેરણા કરે છે. અનેક વિષયો ઉપર સુંદર વિવરણ કરતું, પૂજ્યશ્રીની લાગણીશીલ કલમે કંડારાયેલું આ પુસ્તક ખૂબ મનનીય છે.
પાના પર જાઓ: