પ્રતિક્રાન્તિ

કુલ પૃષ્ઠો: 218

ડાઉનલોડ ની સંખ્યા: 109

વાંચન ની સંખ્યા:1547

ઑનલાઇન વાંચન શરૂ કરવા માટે પુસ્તક ના જમણા ખૂણે ટોચ પર ક્લિક કરો.

પુસ્તક વિશે
ચાર પુરુષાર્થની સંસ્કૃતિનું મૂળમાર્ગેથી ઉત્પથ થઇ જવા રૂપ જે અનિષ્ટકારી ક્રાન્તિ ચાલી રહી છે તેની સામે- એ મૂળમાર્ગે પ્રજાને પાછી લાવવા સ્વરુપ -“પ્રતિક્રાન્તિ” ના વિવિધ સ્વરુપો દર્શાવતું પૂજ્યશ્રીનું આ પુસ્તક ખરેખર મનનીય છે. સંઘનાશ કરતાં બાહ્યબળોની સુસ્પષ્ટ જાણકારી પૂજ્યશ્રીએ ખૂબ સૂક્ષ્મતાથી આલેખી છે. જૈનસંઘમાં સારાં પરિવર્તનની ઝાંખી આપીને નિરાશ ન થવાની મમતામયી વાણીમાં પૂજ્યશ્રીએ ભલામણ કરી છે. ‘દે દોટ સમંદરમાં રામલો રાખણહાર’, ‘પાર્થને કહો ચડાવે બાણ, હવે તો યુધ્ય એ જ કલ્યાણ’ વગેરે જાગૃતિપ્રેરક પદો દ્વારા વર્ધમાન ઉત્સાહ રાખવા પ્રેરણા કરી છે. ‘સ્વ’ ને તૈયાર કરો.આનાથી રાષ્ટ્રરક્ષા સુધીના તમામ કાર્યો થશે. સ્વરક્ષા એ જ પ્રતિક્રાન્તિની દીર્ઘયાત્રાનું પ્રથમ અને મુખ્ય પદાર્પણ છે “સ્વરક્ષા” તે જ કરી શકે જે શાસ્ત્રનિતિથી સ્વાત્મામાં ‘સૂક્ષ્મ’નુંં બળ પેદા કરવામાં સફળ થાય, સ્થૂલબળો કરતાં સૂક્ષ્મબળોની તાકાત અતિ વધુ છે, અકલ્પ્ય છે. સૂક્ષ્મબળના ત્રણ ઉત્પાદકો- મૈત્રી ,ભક્તિ અને શુધ્ધિ ઉપર પૂજ્યશ્રીએ ખૂબ સુંદર જ્ઞાન-પ્રકાશ-દાન કર્યું છે. પૂજ્યશ્રી લખે છે કે “પુણ્યાઇ છે તોે બધું છે ” એ ઉક્તિમાં ઘણું તથ્ય સમાએલું છે. સૂક્ષ્મના બળની નીપજ કરનારા ધર્માત્મામાં પુણ્યકર્મની જે આડ-નીપજ થાય છે, તેના કેટલાક ચોક્કસ લાભો જગતને અવશ્ય મળે છે. વિશ્વકલ્યાણાર્થે પ્રતિક્રાન્તિ માટે જરૂરી સૂક્ષ્મબળો ઉત્પન્ન કરવા જિનોકત શાસ્ત્રના વ્યવહાર- માર્ગનું અણિશુધ્ધ પાલ કરવાની પૂજ્યશ્રીએ ભારપૂર્વક ભલામણ કરી છે.
પાના પર જાઓ: