રામાયણ માં સંસ્કૃતિ નો સંદેશ ભાગ-1

કુલ પૃષ્ઠો: 362

ડાઉનલોડ ની સંખ્યા: 391

વાંચન ની સંખ્યા:5242

ઑનલાઇન વાંચન શરૂ કરવા માટે પુસ્તક ના જમણા ખૂણે ટોચ પર ક્લિક કરો.

પુસ્તક વિશે
ભારતીય પ્રજાના મૃતઃપ્રાય જેવા આર્યત્વના કલેવરમાં નવું જોમ અને નવલા જીવનનો પ્રાણ સંચાર કરી દેવાનું ઝિંદાદિલ સામર્થ્ય પૂજ્યશ્રીના આ રામાયણના પ્રવચનોમાં છે. ૩૭૬ પેજના દળદાર અમૂલ્ય આ ગ્રન્થમાં પૂજ્યશ્રીએ કથા- પ્રસંગો, ચિંતનો વગેરે પુષ્કળ “જ્ઞાનખજાનો” ભર્યો છે. રામાયણની કથાની સાથે સાથે ઘરઘરની કથા સાંકળી લઈને તેના અજબ- ગજબ સમાધાનો પણ પૂજ્યશ્રીએ પૂરા પાડ્યા છે. પૂજ્યશ્રી રામાયણનો સાર લખે છે કે, “તમારા સ્વાર્થનું વિલોપન કરો.” “રાવણ કેમ મહાન ?” તે અંગે પૂજ્યશ્રીએ ખૂબ સુંદર સમાધાન આપ્યું છે. મહાસતી અંજનાના જીવનપ્રસંગોમાંથી નીતરતો બોધપાઠ આજની નારીઓ ગ્રહણ કરે તો... વજ્રબાહુ અને મનોરમાનો પ્રસંગ ખરેખર માણવા જેવો છે. “ આર્ય એટલે સાધુતાનો પ્રેમી”- તાજા લગ્ન લેવાયા છે છતાં વજ્રબાહુ વગેરેની કેમ દીક્ષા થાય છે ? તે જાણવા.... આ પ્રથમ ભાગના અંતમાં રામ- લક્ષ્મણનો જન્મ થયા સુધીની વાતો સંગ્રહી લેવામાં આવી છે. વર્તમાન ભૌતિકવાદના ભીષણ અને વિકારી વાયુમંડળની સામે પૂજ્યશ્રીએ અસ્ખલિત લેખનપ્રવાહ વહાવીને જુગ જૂની જાજવલ્યમાન મહાન સંસ્કૃતિના મૂંઠીઊંચેરા મૂલ્યો, મર્યાદાઓ અને સભ્યતાઓનું આ પુસ્તકમાં અનેરી આભા સાથે ઉદ્‌ઘાટન કર્યુ છે. ધર્મ અને સંસ્કૃતિના વિષયમાં આમ જનતાને નોખી, અનોખી સમજણ પૂરી પાડીને પૂજ્યશ્રીએ અસીમ ઊપકાર કર્યો છે.
પાના પર જાઓ: