તત્વજ્ઞાન પ્રબોધિકા

કુલ પૃષ્ઠો: 275

ડાઉનલોડ ની સંખ્યા: 347

વાંચન ની સંખ્યા:4178

ઑનલાઇન વાંચન શરૂ કરવા માટે પુસ્તક ના જમણા ખૂણે ટોચ પર ક્લિક કરો.

પુસ્તક વિશે
પૂજ્યશ્રીએ આ પુસ્તકમાં ત્રણ ભાષ્ય તથા સંગ્રહણીના કેટલાક પદાર્થોની બાળ શૈલીમાં ખૂબ સુંદર રજૂઆત કરી છે. પ્રતિક્રમણની સુંદર વ્યાખ્યા કરીને પાંચ પ્રતિક્રમણનું સ્વરૂપ સમજાવ્યું છે પ્રભુદર્શનના અનુપમ લાભો વર્ણવ્યા છે. જિનાલયમાં શ્રાવકે દસ ત્રિકનું જે પાલન કરવાનું છે, તેનું સ્વરૂપ સમજાવ્યું છે. દરેક આગમના પાંચ અંગો હોય છે. તેને પંચાંગી કહેવાય છે. પંચાંગીમાં સૂત્ર, નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ અને વૃત્તિનો સમાવેશ થાય છે. આ પંચાગીની ટૂંકાણમાં સરસ સમજણ આપી છે. કાર્યોત્સર્ગ દરમ્યાન રાખવાની છૂટો (આગાર)ની સમજણ આપી છે. ત્રણ પ્રકારના ગુરુવંદનનું સ્વરૂપ સમજાવ્યું છે. મુહપત્તિની જિનશાસનમાં અમૂલ્ય કિંમત છે. મુહપત્તિના પચાસ બોલમાં સમગ્ર જૈનશાસન સમાઇ જાય છે. મુહુપત્તિ પડિલેહણની વિધિ સરળ ભાષામાં સમજાવી છે. ગુરુ મહારાજ પ્રત્યે તેત્રીસ આશતનાઓનું સ્વરૂપ ટૂંકાણમાં પૂજ્યશ્રીએ જણાવ્યું છે. પચ્ચક્‌ખાણનું મહત્વ સમજાવ્યા બાદ દશ પ્રકારના પચ્ચકખાણ દર્શાવ્યા છે. ચાર પ્રકારના આહારનું સ્વરૂપ સમજાવ્યું છે. પચ્ચક્‌ખાણના આગારોનું ટૂંકાણમાં સરસ સ્વરૂપ સમજાવ્યું છે. બલાત્કારે દુર્ગતિમાં લઇ જનાર વિગઇ, મહા-વિગઇનું સ્વરૂપ સમજાવ્યું છે. આ સિવાય ટૂંકાણમાં જૈન તત્વજ્ઞાનના વિવિધ રહસ્યો જાણવાથી સર્વજ્ઞ શાસન ઉપર અહોભાવની વૃધ્ધિ થશે.
પાના પર જાઓ: