આધુનિક શિક્ષણ

કુલ પૃષ્ઠો: 44

ડાઉનલોડ ની સંખ્યા: 111

વાંચન ની સંખ્યા:709

ઑનલાઇન વાંચન શરૂ કરવા માટે પુસ્તક ના જમણા ખૂણે ટોચ પર ક્લિક કરો.

પુસ્તક વિશે
પરદેશી પદ્ધતિના શિક્ષણનો ઢાંચો જ એવો છે કે તેમાંથી આપણી પ્રાચીન ગૌરવગાથાઓ વીસરાતી જાય અને સંસ્કૃતિ તથા પ્રજાનો વિધ્વંસ કરનારી પશ્ચિમની રહેણીકરણી વગેરે તરફ વિદ્યાર્થીઓ આંધળા ભક્ત બની જાય. પૂજ્યશ્રીએ આ નાનકડી પુસ્તિકામાં આધુનિક શિક્ષણના અનેક અનર્થો પૂરી મર્દાનગીથી ઉઘાડા પાડ્યા છે. જાતીયશિક્ષણપ્રદાન વગેરે સુધી ઉતરી ગયેલું આજનું શિક્ષણ બાળકોને કદી પણ સદાચાર પકવી શકશે ખરું ? ભાવી પેઢીનું ખરાબમાં ખરાબ સર્જનહાર શિક્ષણ જ બની રહ્યું છે. ડીગ્રી, દીકરી, નોકરી - મુખ્યત્વે આજના શિક્ષણના ત્રણ લક્ષો રહ્યા છે. જેમ શિક્ષણ વધશે તેમ નક્કી પ્રાચીન ધંધાઓ તૂટતા જાય છે, બેકારી વધતી જાય છે. નોકરો- ગુલામોની ઓેલાદ શિક્ષણ પકવતું જાય છે ! કેટલું બિહામણું સત્ય છે ! વર્તમાન શિક્ષણે માનવને સ્વાર્થી, પ્રપંચી, માતા પિતાનો દ્વેષી, ઈન્દ્રિય સુખોનો બેલગામ વિલાસી બનાવ્યો છે. કહેવાતા વિજ્ઞાનયુગના કિશોર - કિશોરીઓ પોતાની જાતે જીવનસાથીની પસંદગી કરવા લાગ્યા છે. હા, હજી પચાસ વર્ષ પહેલાના કિશોરો આવું કદી ન કરતા, પણ આજના કિશોરોને આવું શિક્ષણ જ આપવામાં આવતું હોય ત્યાં એ પણ શું કરે ? પશ્ચિમી શિક્ષણના પ્રેમીઓને લપડાક મારતું પૂજ્યશ્રીનું આ પુસ્તક ખરેખર મનનીય છે.
પાના પર જાઓ: