આત્મા

કુલ પૃષ્ઠો: 98

ડાઉનલોડ ની સંખ્યા: 1132

વાંચન ની સંખ્યા:7279

ઑનલાઇન વાંચન શરૂ કરવા માટે પુસ્તક ના જમણા ખૂણે ટોચ પર ક્લિક કરો.

પુસ્તક વિશે
આર્યાવર્તની સંસ્કૃતિનો જે મૂળાધાર છે, જેનો સ્વીકાર વિજ્ઞાન ન કરે તો વિજ્ઞાન સાથે ધર્મનો મેળ બેસી શકે તેમ નથી તે ‘આત્મતત્વ’ ઉપર અર્વાચીન શૈલીથી પ્રકાશ ફેંકતું પૂજ્યશ્રીનું આ પુસ્તક અધ્યાત્મ માર્ગે આગળ વધનાર માટે ‘દીવાદાંડી’ની ગરજ સારે છે. ‘આત્મા’ છે, છે, ને છે જ. અગણિત સંતો અને મહાસંતોની કઠોર સાધનાઓમાંથી ફલિત થએલો આ સિદ્ધ વિચાર છે. ‘જો દેહ જ આત્મા હોય તો સ્મશાનમાં લાકડા ઉપર જે મડદું છે તે કેમ બોલતું નથી?’ ‘બુધ્ધિ નહિં દેખાવા છતાં બાહ્ય કાર્યો ઉપરથી માણસમાં બુધ્ધિ છે એવું અનુમાન થઇ શકે છે એ જ રીતે આત્મા દેખાતો નથી છતાં તેના હોવાથી જ શરીરમાં સુખ-દુઃખના સંવેદનો જોવા મળે છે.’ જે શાસ્ત્રપ્રણેતા વીતરાગ, વીતદ્વેષ અને સત્યવાદી હોય એમના વચન ઉપર આપણે પરિપૂર્ણ વિશ્વાસ મૂકી જ દેવો જોઇએ. શાસ્ત્રપ્રણેતાની મહાનતાની સાબિતી એમના સ્વરુપ, જીવન અને મૂર્તિ - આ ત્રણમાંથી બધું ય જણાઇ જશે. ‘ધ પાવર વિધીન’ નામના પુસ્તકના લેખક એલેકઝાંડર કેનન લખે છે કે, ‘મારી બધી વાતનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાર હોય તો એટલો જ કે આત્માનું મૃત્યુ હોઇ શકતું જ નથી !! - એલેકઝાંડરે વશીકરણની વિદ્યાથી અનેકોને પૂર્વજન્મની સાબિતી કરાવી આપી હતી.’ જૈન દર્શનનો મૂળભૂત સિદ્ધાંત ‘અનાદિત્રિક’- જીવ અનાદિ, જીવ + કર્મનો સંયોગ અનાદિ અને જગત અનાદિ.... વગેરે અનેક પદાર્થો ઉપર શાસ્ત્રવેત્તા પૂજ્યશ્રીએ આગવી શૈલીમાં ખૂબ સુંદર છણાવટ આ પુસ્તકમાં કરી છે.
પાના પર જાઓ: