જાણવા જેવું ભાગ-2

કુલ પૃષ્ઠો: 116

ડાઉનલોડ ની સંખ્યા: 360

વાંચન ની સંખ્યા:4027

ઑનલાઇન વાંચન શરૂ કરવા માટે પુસ્તક ના જમણા ખૂણે ટોચ પર ક્લિક કરો.

પુસ્તક વિશે
આ પુસ્તકમાં મૂક્તિદૂત માસિકના અંકોમાં સંગૃહિત થયેલા વિવિધ લેખકોના લેખોનો સંગ્રહ છે. વિવિધ સ્થળોમાં આવેલા - અગત્યના જણાતાં લેખો અહીં છપાયા છે. આ સંગ્રહ વાંચકોને ઘણી બધી માહિતી આપનારો બનશે. ‘પ્રાણીરક્ષા શા માટે ?’ - પુસ્તકના પ્રથમ લેખમાં આ અંગે પૂજ્યશ્રીએ ખૂબ સુંદર શૈલીમાં રજુઆત કરી છે. પ્રાણીમાત્રની રક્ષા કરવી એ ભારતના બંધારણની એકાવનમી વગેરે કલમોમાં આ વાત સ્પષ્ટ જણાવી છે. જો માનવરક્ષા કરવી હોય તો પ્રાણીરક્ષા કરવી જ પડશે. ‘દેશમાંથી તમામ મૂંગા-અબોલ જીવોની કતલ થતી બંધ કરાવવાની અતિ આવશ્યકતા છે, નહિ કે એકમાત્ર ગાય કે ગૌવંશની હત્યા.’ - આ વાતનો બીજા લેખમાં સુવિસ્તાર કર્યો છે. ‘મનસ્વી મેનકાએ ગાયના દૂધને માંસાહાર કહીને મર્યાદાલોપ કર્યો.’ - ‘ટંકાર’માંથી સાભાર લીધેલ લેખ વાંચવા યોગ્ય છે. ‘દૂધ એ માંસાહારી દ્રવ્ય નથી’ - આ વાતની પૂજ્યશ્રીએ એક લેખ દ્વારા સચોટ સમજણ દર્શાવી છે. ‘ધરતીકંપનું એક મોટું કારણ : કતલખાના’ - ‘વિશ્વ હિન્દુ સમાચાર’માંથી સાભાર લીધેલ લેખ ‘પશુરક્ષા’ની અનિવાર્યતા જણાવે છે. ‘નવી પેઢીમાંથી મૂલ્યોનો હ્રાસ કેવો જબ્બર થઇ રહ્યો છે’ - તે અંગે કાન્તિ ભટ્ટે હૂબહૂ જીવંત ચિતાર દર્શાવ્યો છે. ‘ગાંધીજીએ ભારતને આઝાદી અપાવી જ નહોતી’ - ભવેન કચ્છીના આ લેખમાં ઘણું તથ્ય છે.
પાના પર જાઓ: