નહિ ઐસો જનમ બાર બાર

કુલ પૃષ્ઠો: 300

ડાઉનલોડ ની સંખ્યા: 743

વાંચન ની સંખ્યા:5308

ઑનલાઇન વાંચન શરૂ કરવા માટે પુસ્તક ના જમણા ખૂણે ટોચ પર ક્લિક કરો.

પુસ્તક વિશે
આ માનવજન્મ દ્વારા ‘અજન્મા’ બનવાની સાધના થઇ શકેેે છે; માટે દેવજન્મ કરતાં ય માનવજન્મ ઉત્તમ કહ્યો છે. જે માનવજન્મ પામ્યા પછી જન્મ આપવાનું નિમિત્ત બનવાનું બંધ થતાં થતાં જન્મ પામવાનું પણ બંધ થવાની ભવ્ય ભૂમિકા તૈયાર થતી હોય તે માનવજન્મ ખૂબ જ વખાણવા લાયક ગણાય. ‘તત્ત્વજ્ઞાનનું ઝરણું’, પ્રકરણમાં પૂજ્યશ્રીએ જૈન સિદ્ધાંતની કેટલીક ખૂબીઓ, કર્મ અને તેના બંધઃ અનુબંધ ઉપર સુંદર ચિંતન રજૂ કર્યુ છે. ‘ધર્મનો મર્મ’ - પ્રકરણમાં જૈનપણું, શ્રાવકપણું, ધર્મનો અધિકારી કોણ ?, ધર્મ અને ધર્મક્રિયા વચ્ચે ભેદ વગેરે વિષયોેને સૂક્ષ્મબુધ્ધિથી સમજાવવામાં પૂજ્યશ્રીએ ખૂબ જહેમત ઉઠાવી છે. ‘મુક્તિના માર્ગે’ - પ્રકરણમાં આસકિતના પાપની ભયંકરતા + સમતા ગુણની ભદ્રંકરતા સુપેરે સમજાવી છે. મુમુક્ષુને મમતામયી વાણીમાં માર્ગદર્શન આપ્યું છે. નિશ્ચય - વ્યવહાર ઉપર ખૂબ સરસ રીતે સમજણ આપી છે. ‘સાધુતાની સાધના’ - પ્રકરણમાં સાધુજીવનની કઠિનતા વર્ણવી છે. સાધુ જીવનના કાંટાળા માર્ગને સુંવાળો માર્ગ બનાવવા માટે ‘ગુરુકૃપા’ની અત્યંત આવશ્યકતા જણાવી છે. સંયમજીવન તો જ સફળ થાય જો પાપને ખૂબ ભયંકર માનવામાં આવે. પાપભયંકરતા ખૂબ સચોટ રીતે પૂજ્યશ્રીએ વર્ણવી છે. આ પુસ્તકના ટૂંકા લેખો જો શાંત ચિત્તે મનનપૂર્વક વાંચવામાં આવશે તો જીવનનો ગલત રાહ બદલાયા વિના નહીં જ રહે.
પાના પર જાઓ: