ટચુકડી કથાઓ ભાગ-3

કુલ પૃષ્ઠો: 168

ડાઉનલોડ ની સંખ્યા: 761

વાંચન ની સંખ્યા:6109

ઑનલાઇન વાંચન શરૂ કરવા માટે પુસ્તક ના જમણા ખૂણે ટોચ પર ક્લિક કરો.

પુસ્તક વિશે
ખૂબ જ ઓછા શબ્દોમાં હૃદયસ્પર્શી ભાવોને ઠસોઠસ ભરી દેતી કથાઓ જીવનને સન્માર્ગે વાળવા માટે ખૂબ ઉપયોગી સાબિત થઇ શકે તેમ છે. કાં તો આ વાર્તાઓ સાવ જ નવી હોય છે અથવા તો ‘જૂની’ હોય તો ય એનું ‘મોડલ’ એકદમ અનોખું હોય છે. “નવકાર - મહામંત્ર” અંગેની કથા - વાંચનથી નવકાર ઉપર શ્રદ્ધા ખૂબ વધી ગયા વિના ન જ રહે. ધનના પાપે થયેલી કાલિદાસની હત્યાનો પ્રસંગ વાચ્યા બાદ “ધનરાગ” ઘટ્યા વિના ન રહે. જિનભક્ત ધવલ શેઠની ખુમારી વાંચ્યા બાદ પ્રભુ પ્રત્યે ભારે શ્રદ્ધાપેદા થયા વિના ન રહે. સાવ સામાન્ય પ્રતિજ્ઞામાં અણનમ રહેવાથી દારુડિયા સાળવીનો થયેલો ઉધ્ધાર વાંચવાથી “પ્રતિજ્ઞા-ધર્મ” માં જીવની રુચિ થયા વિના ન રહે. પશ્ચાત્તાપ- પ્રતાપે હત્યારા દ્રઢપ્રહારીનો “આત્મોધ્ધાર” જાણ્યા બાદ પાપ કર્યા બાદ જીવને પશ્ચાત્તાપ થયા વિના ન રહે. શિવાજીનો“શીલપ્રેમ” જાણ્યા બાદ શીલપાલન તરફ આત્મપ્રગતિ થશે તો .... “ત્રણ વર્ષના બાબાની ઇચ્છા મોટા થઇને માબાપને મારી નાંખવાની છે,” આ પ્રસંગ વાંચ્યા બાદ નવી પેઢીના સંસ્કરણ માટે શિબીર, તપોવન પ્રત્યેનો પ્રેમ વધ્યા વિના ન રહે. દંડવીર્ય રાજાની અનુપમ સાધર્મિક - ભક્તિ જાણ્યા બાદ “સાધર્મિક - પ્રેમ” જાગ્યા વિના ન રહે. રાત્રિભોજનના ત્યાગનો મહિમા વાંચવાથી ભયંકર પાપ રાત્રિભોજન (નરકનું પ્રથમ દ્વાર) પ્રત્ત્યે ધિક્કારભાવ પ્રગટશે તો........
પાના પર જાઓ: